વાસુપૂજ્ય દરબારે અવસર આવ્યો અનુપમ મારા પ્રભુજીની દીક્ષા નો પ્રસંગ પરમ
સુરીત્રયની અસીમ કૃપાથી પ.પુ.સા.શ્રી વિપુલગુણા શ્રીજી મ.સા.આદિ ઠાણા ની શુભ નિશ્રામાં શ્રાવણ સુદ -૧૩ રવિવાર તા – ૧૮/૮/૧૩ ના સવારે ૯ –૦૦ કલાકે સંગીતમય સુરાવલી સહ મારા પ્રભુજીની દીક્ષા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ છે. પ્રભુજીના ચ્યવન કલ્યાણક એટલે માતા ને આવેલ ૧૪ મનોહર સ્વપ્નો ની ઝલક , જન્મ કલ્યાણક ના ૫૬- દિક કુમારી ની રમઝટ , પ્રિયંવદા દાસી ની વધાઈ હશે ઝટપટ ,પ્રભુજી નું થશે રાજતિલક , પ્રભુજી દીક્ષા માટે કરશે વિનંતી , વર્શીદાનનો નો વરઘોડો નીકળશે રૂમ ઝૂમ રૂમ ઝૂમ , કૂલમહતરા આપશે આરશી વચન , માતા પિતા ના દ્રદય દ્રાવક હશે વચન , પછી પ્રભુજી પ્રવજ્યા પંથે કરશે ગમન ---
· તો આપણા વહાલા પ્રભુજી ની દીક્ષા જોવા માટે સૌ કોઈને આમંત્રણ છે ભાવસભર.
· .મુલુંડ વાસીઓ પધારજો યાદ રાખીને સમયસર
· આ કાર્યક્રમ ના સૂત્રધાર – પારસ ભાઈ ગોગરી અને સંગીતના સુરો રેલાવશે કૃષ્ણકાન્ત સામાણી એન્ડ પાર્ટી .સમયસર સહુ પધારજો.
· લી- શ્રી મુલુંડ અચલ ગચ્છ જૈન સમાજ
વાસુપૂજ્ય દેરાસર , ઝવેર રોડ .મુલુંડ- વેસ્ટ.