પ્રકાશ પર્વ મનાવો 
 મેઘબિંદુ  
મન હૃદય ઉલ્લાસ ઉમંગે 
દીપકનાં અજવાળા સંગે 
રંગોળીના વિધવિધ રંગે 
જીવનને મહેકાવો 
પ્રકાશ પર્વ મનાવો
રાગ દ્વેષ ને વેર ભૂલીને 
શ્રધ્ધા પ્રેમની હળીમળીને
શહજ્તાનાં દ્વાર ખોલીને 
નવી ચેતના લાવો 
પ્રકાશ પર્વ મનાવો
પ્રમાદ આળસ દુર ભગાવી 
તિમિર પંથે જ્યોત જગાવી 
આતમ દીપ ઉરમાં પ્રગટાવી 
આનંદે પર્વ વધવો 
પ્રકાશ પર્વ મનાવો

 
 
 
 
 
 
 
