Monday, February 9, 2009

મુંબઈ એરપોર્ટ પર દુર્ઘટના ટળી


મુંબઈ (ભાષા), સોમવાર, 9 ફેબ્રુઆરી 2009 ( 15:46 IST )
મુંબઈ એરપોર્ટ પર સોમવારે સવારે એક મોટી દુર્ઘટના સર્જાવાથી બચી. 150 યાત્રીઓને લઈને જઈ રહેલી મુંબઈથી દિલ્લીની ફ્લાઈટ આઈસી 866 જ્યારે ટેક ઑફ માટે તૈયાર હતી ત્યારે ભારતીય નૌસેનાનું એક હેલિકોપ્ટર અચાનક રન વે પર ઉતરી ગયું.

વિમાનના પાયલટની સમજદારીથી તમામ યાત્રી સુરક્ષિત છે. ઘટના જોનારા લોકોના જણાવ્યાનુસાર મુંબઈ-દિલ્લીની ઈંડિયન એર લાઈન્સની ફ્લાઈટ જ્યારે ટેક ઑફ માટે તૈયાર હતી ત્યારે અચાનક વિમાનની સામે નૌસેનાનું એક હેલિકોપ્ટર ઉતરી આવ્યું જેના કારણે પાયલટ કોઈ આગામી પગલું ન ભરી શક્યો. જો તે વિમાન ટેક ઑફ થઈ ગયું હોત તો વિમાનમાં બેસેલા 150 યાત્રી દુર્ઘટનાનો ભોગ બની ગયાં હોત.

હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ ન હતી

કહેવામાં આવી રહ્યું છે કે, રાષ્ટ્રપતિના કાફલામાં લાગેલું નૌસેનાનું આ હેલિકૉપ્ટર હતું અને તેમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ સવાર હતી, પરંતુ બાદમાં રાષ્ટ્રપતિ ભવનથી તેનું ખંડન કરવામાં આવ્યું. મુંબઈ-દિલ્લીની ઈંડિયન એરલાઈન્સની ફ્લાઈટ રન વે પર હતી અને દોઢ કિલોમીટરની ઉડાણ પણ ભરી લીધી હતી ત્યારે પાયલટે જોયું કે, 50 મીટરની દૂરી પર હેલિકૉપ્ટર રોકાઈ ગયું છે. પાયલટે તરત જ બ્રેક લગાવી અને દુર્ઘટના સર્જાતા અટકી ગઈ.

Healthy Baby Contest by Rotary Club MULUND






















































































Popular Posts