મેષ રાશિ : ગુરુ ની શુભ દ્રષ્ટિ ને
કારણે ઉત્સાહ અને સૌભાગ્ય માં વૃદ્ધી થાય.જમીન સંબંધી કાર્યો સમેટાય.તારીખ
૧૭.૧૦ પછી અટકેલા કાર્યો ને વેગ મળવાથી
નવી યોજનાઓ બને.
ઉપાય : શ્રી હનુમાન કવચ ના
પાઠ કલ્યાણકારી રહેશે.
વૃષભ રાશિ : માસારંભ માં પરિસ્થિતિ શુભ અને ધન લાભ થશે.તારીખ ૯.૧૦ થી
રાશિ સ્વામી શુક્ર નીચસ્થ થવાથી પરિસ્થિતિ સંઘર્ષપૂર્ણ રહે.કોઈ દુશ્મન થી હાની
થવાની સંભાવના છે.સંતાન સંબંધિત તકલીફ થી સાચવવું.
ઉપાય : ‘કાર્તિક મહાત્મ્ય ‘
ના પાઠ શુભ ફળ આપશે.
મિથુન રાશિ : વધુ સમય વ્યાપાર સંબંધિત કાર્યો માં વ્યતીત થાય,ગુરુ ની
દ્રષ્ટિ ને કારણે કાર્યક્ષેત્ર અને વ્યવસાય માં થોડો સંઘર્ષ રહે.તારીખ ૧૭.૧૦ પછી
નવા લોકો સાથે મળવાનું થાય.,પરંતુ સંતાન સંબંધી તકલીફ થી સાચવવું.
ઉપાય : શિવ સહસ્ત્ર નામ ના
પાઠ ફળદાઈ રહેશે.
કર્ક રાશિ : નિકટ સંબંધી
સાથે મનમોટાવ ઉત્પન્ન થાય.કઠિન પરિસ્થિતિ છતાં ધનપ્રાપ્તિ ના સાધનો બની રહે .માસ
ના ઉત્તરાર્ધ માં પારિવારિક શુભ કાર્યો પર વ્યય ,જમીન-વાહન ઈત્યાદી માં લે-વેચ ની
પરિસ્થિતિ બને.
ઉપાય : શિવ ઉપાસના કાર્ય
સફળ કરશે.
સિંહ રાશિ : બનતા કાર્યો માં વિઘ્ન ,પારિવારિક સમસ્યા ,ભાઈ-બંધુ ના
વ્યવહાર માં પ્રતિકુળતાં અને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ રહે.કોઈ નજીક ના વ્યક્તિ થી
ધોકો મળવાના યોગ છે.વ્યથા વાદવિવાદ થી દુર રહેવું.
ઉપાય : વિષ્ણુસહસ્ત્રનામ ના
પાઠ શુભફળ આપશે.
કન્યા રાશિ : ધનલાભ અને સુખ સાધનો માં વૃદ્ધી થાય.ધર્મ-કર્મ માં રૂચી
વધે,કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ ની મદદ થી અટકેલા કાર્ય પૂર્ણ થાય .માસાંત માં વિચારેલી
યોજના ને પૂર્ણ કરવામાં આંશિક સફળતા મળશે.અધિક ક્રોધ થી સંભાળવું.
ઉપાય : એક માસ સુધી નિત્ય
ઘર ધ્વાર પર એક દીપક પ્રજ્વલિત કરવો.
તુલા રાશિ : આ માસ પરિસ્થિતિ થોડી સંઘર્ષ મય રહે.છતાં ધીરે ધીરે ધારેલા
કાર્યો પાર પડે.વ્યવસાય માં અસ્થિરતા રહે.તારીખ ૯.૧૦ થી શુક્ર દ્વાદશેશ હોવાથી આય ઓછી અને વ્યય વધુ
રહે.
ઉપાય : શ્રી લક્ષ્મી સૂક્ત
ના પાઠ કરવા.
વૃશ્ચીક રાશિ : કાર્યક્ષેત્ર ની સ્થિતિ અનુકુળ રહે.શુભ કાર્ય માં ધન
વ્યય થાય.માન સમ્માન માં વૃદ્ધી થાય.તારીખ ૧૩.૧૦ થી ભાગ્યોદય થતા આય ના સાધનો માં વૃદ્ધી
થાય.તારીખ ૧૭.૧૦ થી કાર્ય હેતુ દોડ ધામ
વધુ રહે.
ઉપાય : “ ઓમ શ્રીં” ના જાપ
શુભફળ દાઈ રહેશે.
ધનુ રાશિ : માન સમ્માન માં વૃદ્ધી ,ધાર્મિક કાર્યો માં રૂચી
વધે.નિર્વાહ યોગ્ય આય ના સાધનો બની રહે.ઉચ્ચ-પ્રતિષ્ઠિત લોકો થી સંપર્ક થાય.પરિવાર
માં શુભ મંગલકારી કાર્યો થાય.
ઉપાય : શ્રી સૂક્ત ના પાઠ
કરવા.
મકર રાશિ : આર્થિક સ્થિતિ માં સુધાર થાય કાર્યક્ષેત્ર માં વ્યસ્તતા
વધે.ભાગીદારી ના કાર્યો માં માન -સમ્માન વધે.માસાંત માં શુભ સમાચાર,અચાનક ધન લાભ
ના યોગ છે.ધન-પરિવાર માં સુખદ માહોલ વચ્ચે ગુપ્ત ચિંતા રહે.ધાર્મિક કાર્યો માં
ખર્ચ થાય.
ઉપાય : વિષ્ણુ ની ઉપાસના
કરવી..
કુંભ રાશિ : પરિવાર માં શુભ અને
ધાર્મિક કાર્યો પર ખર્ચ થાય.તારીખ ૧૨.૧૦ સુધી માનસિક તણાવ અને પારિવારિક તકલીફ
રહે.નવા કાર્યો ની યોજના બને.આય ના ક્ષેત્ર માં ધીરે ધીરે સુધાર થાય.
ઉપાય : નિત્ય દીપક
પ્રજ્વલિત કરવો.
મીન રાશિ : ઘરેલું
પરિસ્થિતિ થી મન વ્યથિત રહે.વ્યવસાયિક સ્થિતિ મધ્યમ રહે.બનતા કાર્યો માં વિઘ્ન
ઉત્પન્ન થાય.આળસ અને નીરસ માં વૃદ્ધી થાય.વાહનાદી ચલાવતા સાવધાની રાખવી.શારીરિક
કષ્ટ નો ભય રહેશે.માસાંત માં આર્થિક સ્થિતિ માં સુધાર આવે.
ઉપાય : નિત્ય ગાય ને ચારો
નાખવો.
રાશિ જ્યોતિષ કાર્યાલય :
કિન્નરી સુશીલકુમાર દુબે(જ્યોતિષ શાસ્ત્રી)
10-A,Geeta
Sadan Building,N.S.Road-Dumping Road Corner,Mulund-West.Mumbai-80.