શ્રી મુલુંડ અચલ ગચ્છ જૈન સમાજ
વાસુપૂજ્ય દેરાસર – મુલુંડ વેસ્ટ.
વાસુપૂજ્ય દરબારે જામી હતી રંગત-પ્રભુજીની દીક્ષા ને માંણી સદગુરુની સંગત.
પ.પુ.સાધ્વી વિપુલગુણા શ્રીજી મ.સા.આદિ ગુરુ ભગવંતો ના સથવારે રવિવાર તા- ૧૮/૮/૧૩ ના “મારા પ્રભુજીની દીક્ષા” નો કાર્યક્રમ સુંદર માહોલમાં ભજવાયો .વસુપુજ્ય રાજાનો દરબાર, ઇન્દ્ર મહારાજાનો દેવલોક ,૧૪ સ્વપ્નો ,તેમજ ૫૬ દિક્કકુમારી, પ્રિયવંદા દાસી , કુલ મહતારા અને પ્રભુજીની બહેન વગેરના પાત્રો એ દર્શકો ના મન જીતી લીધા .એક પછી એક પ્રસંગ નો પારસભાઈ એ સરસ ચિતાર આપ્યો .સંગીતકાર કૃષ્ણકાન્ત સામાણી એ સુરીલા સુર વહાવ્યા .શ્રી સંઘે ઉદારતાથી સાધર્મિક ભક્તિ ની જાહેરાત કરી .આવા યાદગાર પ્રસંગ માં માતા –પિતા બનવાનો લાભ –અલ્કાબેન કમલેશ લાપસિયા ,ઇન્દ્ર ઇન્દ્રાણી –ધનકુમાર ખીમજી દંડ , પ્રભુના બેન –રીનાબેન સંજય છેડા, કુલ મહ્તરા –ભારતીબેન નથુભાઈ લાપસિયા , પ્રિયવંદા દાસી –સાક્ષી હિતેશ નાગડા , પ્રભુ વતી વર્ષીદાન કરનાર –દિશાંત વત્સલ છેડા ,એ લાભ લઇ સુકૃત ના સદભાગી બનેલ .