Sunday, December 17, 2017

महाराष्ट्र स्वाभिमान पक्षाच्या मुलुंड तालुक्याच्या वतीनं महिलेस रोजगार स्टॉलचे अनुदान


महाराष्ट्रचे. माजी. मुख्यमंत्री मा. श्री. नारायणराव  राणेसाहेब ह्यानी स्थापण केलेल्या नविण पक्ष 'महाराष्ट्र स्वाभिमान पक्ष' यांच्या  मुलुंड तालुक्याच्या वतीने सुशिक्षित व बेरोजगार युवकांना उपजीविकेचे साधन उपलब्ध करून देण्याच्या उद्देशाने सौ. सारिका शेंगदाणे या महिलेस एक रोजगार स्टॉल अनुदान स्वरूपात देण्यात आला. रविवार दिनांक:१७:१२:२०१७ रोजी


एस.एल.रोड व झवेर रोड येथील जंक्शन येथे सदर स्टॉलचे उदघाटन करण्यात आले. या प्रसंगी महाराष्ट्र स्वाभिमान पक्षाच्या मुलुंड तालुक्याचे पदाधिकारी विजय देठे, प्रविण हंबीर, सेंथील तेवर, मयूर खरात, आशुतोष गवळी, चेतन जाधव, गणेश जाधव  आदी कार्यकर्ते उपस्थित होते.






Wednesday, December 13, 2017

યુવતીની છેડતીના કેસમાં જૈન સાધુ મનોહરમુનિને બે વર્ષની કેદની સજા, Jain monk Manohar Muni gets sentenced to two years in jail in molestation case

મુંબઈ, તા. ૧૨ : જૈન સાધુ મનોહરમુનિ  મ.સા. ને ૨૦૧૨માં યુવતીની છેડતીના કેસમાં મુલુન્ડની કોર્ટે બે વર્ષની સજા તથા ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકારતા જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટે તેમને ૧૫ હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા અને ૩૦ દિવસમાં ઉપલી કોર્ટમાં અપીલમાં જવાની મંજુરી આપી હતી.


૬ એપ્રિલ ૨૦૧૨ સાંજે મુલુંડ વેસ્ટમાં સેવારામ લાલવાની રોડ પર આવેલા શ્રી મુલુંડ વર્ધમાન સ્થાનાક્વાસી જૈન સંઘ (ઉપાશ્રય)માં મનોહરમુનિ  ટુકા ગાળા માટે આવ્યા હતા ત્યારે એક પરિવાર તેમની દીકરીને ડિપ્રેશનની તકલીફ માટે ક્રિયા કરાવવા મુની પાસે લઇ આવ્યો હતો. મનોહરમુનિ તે છોકરીને ક્રિયા કરવા એક બંધ રૂમમાં લઇ ગયા હતા ને ક્રિયા કરવાના બહાને વિનયભંગ કરતા છોકરીએ બુમાબુમ કરતાં તેનો પરિવાર તરત એ રૂમનો દરવાજો ખોલાવી ત્યાં પહોચ્યો હતો. છોકરીએ બનાવની વાત કરતાં જ તેના પરિવારજનોમાં આક્રોશ મચ્યો હતો. ઉપાશ્રયમાં ધાંધલ મચી ગઈ હતી ને ટુક સમયમાં આ સમાચાર મુલુંડ સહિત સમગ્ર મુંબઈમાં પ્રસરી ગયા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોચી હતી અને મનોહરમુનિની અટક કરી ૩૫૪, ૩૨૩, ૫૦૬ પાર્ટ ૨ હેઠળ ગુનો નોંધ્યો હતો અને ૭ એપ્રિલ ૨૦૧૨ ના મુલુંડ કોર્ટ માં હજાર કરવામાં આવ્યા હતા.







આ પાંચ વર્ષમાં આ કેસમાં ઘણી તારીખો પડી હતી. મનોહરમુનિ કારમાં પ્રવાસ કરીને આવતા હતા. આજે એ જ  મુલુન્ડ કોર્ટમાં ન્યાયાધીશ એ એ ગનીવાલાએ ૨ વર્ષની સજા તથા ૫૦,૦૦૦/- દંડની સજા ફટકારતા જૈન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારબાદ મનોહરમુનિના વકીલે કોર્ટમાં જમીન અને ઉપલી કોર્ટમાં અરજી કરવાની દાદ ચાહતા કોર્ટે રૂપિયા ૧૫,૦૦૦/-ના જમીન પર ૩૦ દિવસ માટે મનોહરમુનિને મુક્ત કાર્ય છે, એમ ફરિયાદ પક્ષના વકીલ ઉષા અંડેવારએ “pnrnews.com” ને જણાવ્યું હતું.



જામીન પર છુટ્યા પછી મનોહરમુનિ સફેદ રંગની MH 02 DZ 2003 કારમાં ગયા. ગોંડલ સંપ્રદાય સંરક્ષક સમિતિની મીટીંગ બોલાવી આ વિશે વિચારણા કરશે તથા આગળની કાયદાકીય કાર્યવાહી માટે માર્ગદર્શન મેળવશે. એમ ગોંડલ સંપ્રદાયના પ્રમુખ પ્રવીણભાઈ કોઠારીએ “pnrnews.com” સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.  

 

Popular Posts