Wednesday, September 13, 2017

રાશિ ફલાદેશ - સપ્ટેમ્બર -૨૦૧૭

મેષ રાશિ : આ મહિનો આપ માટે મિશ્રિત ફળ આપવા વાળો રહેશે.નિર્વાહ યોગ્ય આય ના સાધન રહેશે .ખુબ મહેનત પછી અટકેલા કાર્ય પૂર્ણ થશે.સ્ત્રી અને સંતાન નો સહયોગ રહેશે.તારીખ 12 પછી ગુરુ ની દ્રષ્ટિ ને કારણે સ્વાસ્થ્ય સારું અને પારિવારિક ખુશી નો માહોલ રહે.
ઉપાય : તારીખ 06 થી 20 સુધી પિતૃપક્ષ માં પિતૃ નિમિત્ત શ્રાદ્ધ ભોજન અવશ્ય કરાવો.
વૃષભ રાશિ : માનસિક અનિશ્ચિતતા ,મન અશાંત અને શત્રુ થી હેરાન રહે.શની ની દ્રષ્ટિ ને કારણે વ્યવસાય માં સંઘર્ષપૂર્ણ સમય નો સામનો કરવો પડે,પરંતુ આકસ્મિત ધનલાભ નો યોગ પણ છે.
ઉપાય : સ્વાસ્થ્ય માટે “શ્રી દુર્ગા કવચ “ ના પાઠ કરવા શુભ રહેશે.
મિથુન રાશિ : પરાક્રમ માં વૃદ્ધી ,ધર્મસ્થાન ની યાત્રા અને પારિવારિક ખુશી રહે.પરંતુ તારીખ 12 થી ગુરુ ની દ્રષ્ટિ ને કારણે વ્યવસાય માં અત્યંત કઠિનાઈ નો સામનો કરવો પડે.તારીખ ૨૬ પછી આય માં વૃદ્ધી ,વૈભવ ના સાધન માં વૃદ્ધી થાય.
ઉપાય : શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ ના પાઠ કરવા અને ગૌ માતા ને લીલું ઘાસ ખવરાવવું .
કર્ક રાશિ :  માસારંભ માં રાહુ ના ભ્રમણ ને કારણે બનતા કાર્યો માં વિઘ્ન,વ્યર્થ ભાગ દોડ ,માનસિક તાણ રહે.આર્થિક હાલત સામાન્ય રહે પરંતુ કાર્ય-વ્યવસાય માં સંઘર્ષ કરવો પડે.અધિક ખર્ચ ને કારણે મન અશાંત રહે.
ઉપાય : પ્રતિદિન પક્ષી ઓ ને બાજરો નાખવો.
સિંહ રાશિ : દૈનિક કાર્ય અને સરકારી ક્ષેત્ર માં અટકેલા કાર્યો માં સ્થિરતા આવે.શની ની અઢીયા ને કારણે પારિવારિક અને નીજી વ્યસ્તતા ને કારણે લાભ માં કમી રહે.સ્વભાવ માં ગુસ્સો અને ચીડિયાપણું રહે.
ઉપાય : શ્રાદ્ધ પક્ષ માં પીતૃસુક્ત ના પાઠ કરવા.
કન્યા રાશિ : તારીખ 5 થી બુધ માર્ગી થવાથી પરિસ્થિતિ માં સુધાર આવે.દામ્પત્ય જીવન માં તણાવ રહે.વિદેશ સંબંધી કાર્ય માં વેગ આવે.પૈતૃક સંપત્તિ વિવાદ અને પતિ-પત્ની ના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહે.
ઉપાય : શ્રી દુર્ગા ચાલીસા ના પાઠ કરવા.


તુલા રાશિ : આર્થિક પ્રયાસ છતા સફળતા ઓછી મળે.અધિક ખર્ચ અને વ્યર્થ ચિંતન વધે.માસાંત માં અધિક સંઘર્ષ પછી કાર્ય માં સફળતા મળે.ધન અને સુખ સાધન માં વૃદ્ધી થાય.
ઉપાય : શુક્ર ગાયત્રી મંત ના જાપ કરવા.
વૃશ્ચીક રાશિ : પરિશ્રમ અને ઉત્સાહ માં વૃદ્ધી થાય .અટકેલા કાર્યો પૂર્ણ થાય.નવા લોકો સાથે સંપર્ક થાય.શની ની સાડાસાતી ને કારણે ઘરેલું તણાવ ઉત્પન્ન થાય.
ઉપાય : શ્રાદ્ધ કાળ માં પિતૃ-તર્પણ અને પીંડ દાન કલ્યાણકારી રહેશે.
ધનુ રાશિ : વ્યવસાયિક ક્ષેત્રો ના કાર્યો માં સફળતા પ્રાપ્ત થાય.નવી યોજનાઓ બને.કાર્ય પૂર્ણ કરવા અધિક પરિશ્રમ કરવો પડે.તારીખ 11 પછી કોઈક અસમંજસ ની સ્થિતિ થી મુક્તિ મળે.ઘર-પરિવાર માં સુખદ વાતાવરણ રહે.
ઉપાય : શ્રાદ્ધ કાળ માં દિવંગત પિતૃઓને શ્રાદ્ધ-તર્પણ તથા યથાયોગ્ય દાન કરવું કલ્યાણકારી રહેશે.
મકર રાશિ : વિભિન્ન આર્થિક યોજના ને અમલ માં મુકવા ના સંકેત મળે.બીજા પર વિશ્વાસ મૂકી કરેલું કાર્ય અધૂરું રહે.તારીખ 11 પછી કાર્યક્ષેત્ર ની સ્થિતિ માં સુધાર થાય.પારિવારિક અને આર્થિક સમસ્યા ના સમાધાન માટે કરેલું કાર્ય સાર્થક થાય.
ઉપાય : રામરક્ષા સ્તોત્ર ના પાઠ કરવા.
કુંભ રાશિ  : પરાક્રમ અને ઉત્સાહ માં વૃદ્ધી થાય.પરિવાર માં કોઈ શુભ કાર્ય પર ખર્ચ થાય .આય ના સાધન માં વૃદ્ધી થાય.ધન લાભ અને ભાગ્યોન્નતી ના અવસર મળે.જીવન સાથી ના સ્વાસ્થ્ય ને સંભાળવું.
ઉપાય : શ્રાદ્ધ કાળ માં દિવંગત પિતૃ નિમિત્તે શ્રાદ્ધ / તર્પણ કલ્યાણ કારી રહેશે.
મીન રાશિ  : ઘર-પરિવાર માં કોઈ ખુશી નું વાતાવરણ બને.તારીખ 12 પછી સ્વાસ્થ્ય વિકાર ને કારણે બનતા કાર્યો માં વિઘ્ન ઉત્પન્ન થાય .વ્યર્થ ભાગદોડ-ક્રોધ,ઉત્તેજના અધિક રહે.
ઉપાય : પિતૃ તર્પણ લાભ અપાવશે.
રાશિ જ્યોતિષ કાર્યાલય :
કિન્નરી સુશીલકુમાર દુબે(જ્યોતિષ શાસ્ત્રી)
10-A,Geeta Sadan Building,N.S.Road-Dumping Road Corner,Mulund-West.Mumbai-80.


Contact : +91 – 9892384828 / 8879424647

No comments:

Popular Posts

Mumbai Family Appeals to Police and RBI After Wrong Deposit Refund Delayed — New Domain Raises Consumer Alert

  By Nitin Maniar | Senior Crime Correspondent, Power Publication Studio 08 November 2025 | Mumbai A senior citizen’s family from Mulund ...