Wednesday, September 13, 2017

શ્રાદ્ધ વિશેષ અને નવરાત્રી મહત્વ

દિનાંક 05.09.2017 થી શરુ થવા વાળા શ્રાદ્ધ પક્ષ 15 દિવસ ચાલે છે.પિતૃ ઓ ના સંતુષ્ટિ ના ઇદ્દેશ્ય થી શ્રદ્ધા પૂર્વક કરવામાં આવેલા પીંડદાન,બ્રાહ્મણ ભોજન,દાન-કર્મ ઈત્યાદી ને શ્રાદ્ધ કહેવામાં આવે છે,આ દિવસો માં પિતૃ ઓ ના નિમિત્ત માં કરવામાં આવેલા કર્મ અધિક ગણા ફળદાઈ હોય છે.
શ્રાદ્ધ દ્વારા વ્યક્તિ પિતૃ ઋણ થી મુક્ત થઇ,પિતૃ ઓ ને સંતુષ્ટ કરી સ્વયં ની મુક્તિ ના માર્ગ પર આગળ વધે છે.શ્રાદ્ધ કે પીંડદાન એકજ શબ્દ ની બે બાજુ છે.પીંડદાન શબ્દ નો અર્થ છે,પકાવેલા અન્ન નો પીંડાકાર બનાવી પિતૃ ઓ ને શ્રદ્ધા પૂર્વક અર્પણ કરવું .શ્રાદ્ધ ની મહિમા ને સ્પષ્ટ કરતા પહેલા એ જાણવું આવશ્યક છે કે શ્રાદ્ધ ક્યારે કરવામાં આવે છે? આ સંબંધ માં શાસ્ત્રો માં શ્રાદ્ધ કરવા નિમ્નલિખિત અવસર વર્ણવેલા છે.
@ ભાદ્ર માસ માં પિતૃ પક્ષ ના 16 દિવસ.
@વર્ષ ની 12 અમાવાસ્યા અને અધિક માસ ની અમાવાસ્યા.
@વર્ષ ની 12 સંક્રાંતિ
@વર્ષ ની 4 યુગાદિ તિથિઓ.
@વર્ષ ની 14 મન્વાદી તિથિઓ
@ વર્ષ ના 12 વૈધૃતિ યોગ
@વર્ષ ના 12 વ્યતિપાત યોગ
@ત્રણ નક્ષત્ર : રોહિણી , આર્ધ્રા,મઘા
@એક કરણ : વિષ્ટિ
@બે તિથી : સપ્તમી અને અષ્ટમી
@સૂર્ય અને ચંદ્ર ગ્રહણ
@મૃત્યુ અને ક્ષય તિથી




શ્રાદ્ધ કર્મ શા માટે આવશ્યક છે એ સંબંધ માં નિમ્નલિખિત તર્ક આપી શકાય :
૧: શ્રાદ્ધ પિતૃ ઋણ થી મુક્તિ નું માધ્યમ છે.
૨.શ્રાદ્ધ પિતૃ ઓ ની સંતુષ્ટિ માટે આવશ્યક છે.
૩.મહર્ષિ સુમંત ના હિસાબે શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કર્તા નું કલ્યાણ થાય છે.
૪.માર્કંડેય પુરાણ અનુસાર શ્રાદ્ધ થી સંતુષ્ટ થઈને પિતૃ શ્રાદ્ધ કર્તા ને દીર્ઘાયુ,સંતતિ,ધન,વિદ્યા,સર્વ પ્રકાર ના સુખ અને મરણોપરાંત સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરાવે છે.
5.અત્રી સંહિતા અનુસાર શ્રાદ્ધ કર્તા પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે.
૬.બ્રહ્મ પુરાણ અનુસાર ઉલ્લેખિત છે કે યદિ શ્રાદ્ધ કરવા માં ના આવે તો પિતૃ,શ્રાદ્ધ કરવા વાળા વ્યક્તિ ને શ્રાપ આપે છે.અને એમનું રક્ત ચૂસે છે.અર્થાત શ્રાપ વશ એ વંશહીન થાય છે.જીવનભર એ વ્યક્તિ કષ્ટ સહન કરે છે.ઘર માં સદૈવ બીમારી નો વાસ રહે છે.
શ્રાદ્ધ કર્મ શાસ્ત્રોક્ત વિધી થીજ કરાવવું અતિ આવશ્યક છે.
2017 ના શ્રાદ્ધ પક્ષ આ પ્રમાણે છે ....
06.09.2017 બુધવાર - પ્રતિપદા – એકમ નું શ્રાદ્ધ (ધનલાભ)
07.09.2017 ગુરુવાર - બીજ નું શ્રાદ્ધ (સેવક લાભ )
08.09.2017 શુક્રવાર - ત્રીજ નું શ્રાદ્ધ (પુત્રપ્રાપ્તિ )
09.09.2017 શનિવાર - ચોથ નું શ્રાદ્ધ (શત્રુ નાશ )
10.09.2017 રવિવાર - પંચમી શ્રાદ્ધ (લક્ષ્મી પ્રાપ્તિ )
પંચમી ક્ષય
11.09.2017 સોમવાર - છઠ નું શ્રાદ્ધ (પુજ્યત્વ )
12.09.2017 મંગળવાર - સાતમ નું શ્રાદ્ધ (અધિપત્ય)
13.09.2017 બુધવાર - આઠમ નું  શ્રાદ્ધ (ઉત્તમ વૃદ્ધી )
14.09.2017 ગુરુવાર - નોમ નું  શ્રાદ્ધ (સ્ત્રી પ્રાપ્તિ )
15.09.2017 શુક્રવાર - દસમ નું શ્રાદ્ધ (કામના પૂર્તિ )
16.09.2017 શનિવાર - અગિયારસ નું શ્રાદ્ધ (જ્ઞાન પ્રાપ્તિ )
17.09.2017 રવિવાર - બારસ અને તેરસ નું શ્રાદ્ધ ,સન્યાસી શ્રાદ્ધ (જય પ્રાપ્તિ)
18.09.2017 સોમવાર  અપમૃત્યુ થી મૃત્યુપામેલા નું શ્રાદ્ધ (દીર્ઘાયુ,ઐશ્વર્યા પ્રાપ્તિ )
19.09.2017 મંગળવાર - સર્વ પિતૃ અમાવાસ્યા ,ચતુર્થી / અમાવાસ્યા નું શ્રાદ્ધ (સર્વ કામના પ્રાપ્તિ )
આ માસ માં પિતૃ ઓ ના આશીર્વાદ સાથે દિનાંક : 21.09.2017 થી 30.09.2017 માં દુર્ગા નો સાક્ષાત્કાર પર્વ પણ આવી રહ્યો છે.
માં દુર્ગા શક્તિ સ્વરૂપ છે.કલિયુગ માં શક્તિ ની ઉપાસના સર્વશ્રેષ્ઠ માનવામાં આવી છે.માં દુર્ગા ની નવરાત્ર દરમિયાન કરવામાં આવેલી ઉપાસના શીઘ્ર ફળીભૂત થાય છે.માં દુર્ગા ની નવ શક્તિ આ પ્રમાણે છે,
પ્રથમ : 21.09.2017 માં શૈલ પુત્રી (Yellow) ,દ્વિતીય : 22.09.2017 માં બ્રહ્મચારિણી (Green),
તૃતીય : 23.09.2017 માં ચંદ્રઘંટા (Grey) ,ચતુર્થ : 24.09.2017 માં કુષ્માંડા (Orange) ,
પંચમ :25.09.2017 માં સ્કન્ધમાતા (White) ,ષષ્ટમ : 26.09.2017 માં કાત્યયીની (Red) ,
સપ્તમ : 27.09.2017 માં કાલરાત્રી (Royal Blue) ,અષ્ટમ : 28.09.2017 માં મહાગૌરી (Pink) ,
નવમ : 29.09.2017 માં સિદ્ધી દાત્રી (Purple) . 30.09.2017 – વિજય દશમી
આ શારદીય નવરાત્ર માં  માં દુર્ગા ના હોમ-હવન,પૂજન-અર્ચન નું વિશેષ મહત્વ છે.નવ દિવસ માં ના ૧૦૦૮ નામો થી વિધિવત લક્ષ્મી વર્ધક વસ્તુઓથી અર્ચન કરવાથી ઘર-પરિવાર અને વ્યાપાર માં સ્થિર લક્ષ્મી નો વાસ થાય છે.અને માં ના સેવક શ્રી કાલ-ભૈરવ ભક્ત ની સદૈવ ખરાબ નજર અને દોષ-પીડા થી રક્ષા કરે છે.
અધિક જાણકારી અને નવચંડી યાગ ,પૂજન અર્ચન,શ્રાદ્ધ ,પીંડ દાન અર્થે યોગ્ય બ્રાહ્મણ હેતુ સંપર્ક કરો :
રાશિ જ્યોતિષ કાર્યાલય :
Kinnari Sushil Dubey (Jyotish Shastri)
10/A,Geeta Sadan Building,N.S.Road-Dumping Road Corner.Mulund-West.Mumbai-80.

Contact : +91-8879424647 / 9892384828

No comments:

Popular Posts

Major Accident Averted in Mulund West — Huge Tree Branch Breaks Outside Veena Nagar Gate, No Casualties Reported

  मुलुंड पश्चिम में बड़ा हादसा टला, मुलुंड पश्चिम वीणा नगर गेट के बाहर में पुराने वृक्ष की विशाल शाखा टूटी , कोई जानहानि नहीं मुलुंड पश्चिम ...