Monday, April 15, 2019

મુલુન્ડ વેસ્ટ સર્વોદય નગરમાં રેકડી હોટેલમાં ભીષણ આગ


બે વર્ષથી ચાલતી આ હોટેલ કોઇપણ સરકારી લાઇસેંસ વગર ૨૪ કલ્લાક ચાલે છે, ફાયર NOC પણ નથી.





મુંબઈ શહેરમાં હોટેલોમાં આગ લાગવાની એકધારી પરંપરા બંધ થવાનું નામ નથી લઈ રહી. મુલુન્ડ (વેસ્ટ)માં જૈન મંદિર  રોડ સ્થિત સંભવ કૉ.ઓ.હા. સોસાયટી માં આવેલ દુકાન ન. ૩ ‘રેકડી’ નામ ની હોટેલમાં 23 માર્ચ 2019 શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. અગ્નિ તાંડવની ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઇ. ઘટના સ્થળે અગ્નિશામક દળના કુલ ત્રણ બંબા અને બે પાણીના ટેન્કર 6 કલાકની સખત મહેનત પછી આગ પર નિયંત્રિત પામી શક્યાં હતા.

મુલુંડ અગ્નિશમન એ જણાવ્યું હતું કે આગ ઇલેક્ટ્રિક શોર્ટ શર્કિટ ને લીધે આગ લાગી હતી. આ હોટેલ માલિકે હોટેલ ચાલુ કરવા અમારી પાસે કોઈ NOC પ્રાપ્ત કરી નથી, (એટલે શું આ હોટેલ ગેર કાયદે ચાલે છે.? એમ સ્તાનિક લોકોના મન માં પ્રશ્ન છે.) આ હોટેલ માં તમામ રસોઈ ઇલેક્ટ્રિક સાધનોથી બનાવવામાં આવતી હતી જેને કારણે લોડ વધી જતા વાયરો પીગળીને શોર્ટ શર્કિટ થવા પામ્યું હતું.

સ્તાનિક લોકોએ અમારા પ્રતિનિધિને જણાવ્યું હતું કે જ્યારથી આ રેકડી હોટેલ બની છે અમારી તો ઊંઘ હરામ થઇ ગઈ છે. ૨૪ કલ્લાક ચાલતી આ હોટેલ માં રાતના 2 થી ૪ દરમ્યાન અસામાજિક તત્વો ત્યાં આવી ને મારામારી ને હંગામો કરે છે. અમે ઘણી વાર પોલીસ ફરિયાદ પણ કરી પણ પોલીસ આવે અને હોટેલ માલિકને મળીને હસતા હસતા જતા રહે છે. આનો અર્થ શું સમજવો? સમભાવ સોસાયટી ના એક સભ્યે જણાવ્યું હતું કે અમારી સોસાયટીએ અમારા એડવોકેટ અંકિત લોડાયા દ્વારે રેકડી હોટેલ ચાલક, મલક અને અગ્નીષણ દળને નોટીસ મોકલેલ છે. જેમાં જણાવ્યું છે કે આ આગ ની દુર્ઘટના પૂર્વે ઘણીવાર અમે ફરિયાદ કરી છે કે આ હોટેલ માલિક એ સોસાયટી પાસે થી કોઈ NOC લીધી નથી અને ફાયર સુરક્ષા પણ નથી અગ્નિશમન દલ તેની તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે. પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી માત્ર એક અધિકારી આવીને હસતો હસતો ચાલ્યો ગયો. જેને પરિણામે આ ભીષણ આગ ની દુર્ઘટના થવા પામી છે. અને હોટલ ચાલક દુકાન ની હદ ની બારે આવેલા સોસાયટી ની જગ્યા ફૂટપાથ સુધી વાપરે છે જે ગેરકાયદે છે.

બીએમસી ટી વોર્ડ ના એક અધિકારીએ જણાવ્યું હતું કે રેકડી હોટેલમાં સલામતી ધોરણો નો અભાવ હતો કે નહી તેની તપાસ કરવામાં આવશે. અમારા અધિકારીઓ ભવિષ્યમાં આગને ટાળવા માટે મુલુંડમાં આવેલા તમામ હોટેલોની સંપૂર્ણ તપાસ કરશે.

કમલા મિલમાં આવેલી હોટલ ની ભીષણ આગ પછીની આ પણ ભીષણ આગ હોવાથી અધિકારી ઓ પોતાની નોકરી સલામત રખવા કોઇપણ વ્યક્તિ ઘાયલ થયો નથી તેમ કે છે. 

No comments:

Popular Posts