Sunday, August 6, 2017

રાશિ ફળ – ઓગસ્ટ ૨૦૧૭

મેષ રાશિ : શનિ ની પનોતી અને નીચસ્થ મંગળ ને કારણે કઠિન પરિશ્રમ પછીજ નિર્વાહ યોગ્ય ધન ની પ્રાપ્તિ થશે,અને માસાંત માં ખર્ચો પણ વધી શકે છે.ક્રોધ-ઉત્તેજના ના કારણે દામ્પત્યજીવન માં મનમુટાવ અને વૈમનસ્ય ઉત્પન્ન થાય.
ઉપાય : તારીખ ૧૪ ઓગસ્ટ,કૃષ્ણ જન્માષ્ટમી એ વ્રત કરવું અને નિત્ય વિષ્ણુ સહસ્ત્ર નામ ના પાઠ કરવા.
વૃષભ રાશિ : ગુરુ ની વક્રી દ્રષ્ટિ છતા ધન લાભ અને ધન પ્રાપ્તિ ના માર્ગ પ્રશસ્ત થાય.સ્વાસ્થ્ય માં ગડબડ ,સ્થાન પરિવર્તન ,યાત્રાદી પર ધન વ્યય થાય.કાર્યક્ષેત્ર માં વ્યસ્તતા રહે.
ઉપાય : શ્રાવણ મહાત્મ્ય ના પાઠ અને શિવ ઉપાસના હિતાવહ રહેશે.
મિથુન રાશિ : બુધ તૃતીયસ્થ હોવાના કારણે વ્યવસાય માં નિર્વાહ યોગ્ય ધન પ્રાપ્તિ ના સાધનો બની રહેશે.અચાનક વ્યર્થ ના ખર્ચા થી ઘર માં અશાંતિ નો માહોલ રહે.માસાંત માં ઉન્નતી ના અવસર મળશે,પરંતુ પારિવારિક વ્યસ્તતા ને લીધે વધુ લાભ ના મળે.
ઉપાય : નિત્ય શ્રાવણ મહાત્મ્ય ના પાઠ અને વિષ્ણુ સહસ્ત્રનામ ના પાઠ કરવા.
કર્ક રાશિ : આંખો ને કષ્ટ અને લોહી સંબંધિત વિકાર થી સંભાળવું.વ્યવસાય માં ઉતાર-ચઢાવ અને તકલીફ નો સામનો કરવો પડે.મહત્વ પૂર્ણ કાર્ય માં વિલંબ ના સંકેત મળે છે.સાવધાન રહેવું.સ્ત્રી અને માતા ના સ્વાસ્થ્ય ને વિશેષતા: સાચવવું.
ઉપાય : દુર્ગા સપ્તસતીના પાઠ હિતાવહ રહેશે.
સિંહ રાશિ : વ્યવસાયિક ક્ષેત્ર માં અસ્થિરતા અને ઉથલ-પાથલ નો સામનો કરવો પડે.આય ઓછી અને વધુ ખર્ચ નો સામનો કરવો પડે.બનતા કાર્યો માં વિઘ્ન અને વ્યવસાય કાર્ય માં દોડ-ધામ રહે.
ઉપાય : સૂર્ય ઉપાસના ,આદિત્યહૃદય સ્તોત્ર ના પાઠ કરવા.
કન્યા રાશિ : સ્વાસ્થ્ય વિકાર તથા કારોબાર માં સમસ્યા વધે.પારિવારિક સંકટ માં વૃદ્ધી થાય,અધિક ખર્ચ અને કોઈ નિકટ ના સહયોગી થી ધોકો મળવાની સંભાવના છે.મન અશાંત અને અસંતુષ્ટ રહે.
ઉપાય : શ્રી સુર્યાષ્ટક ના પાઠ કરવા.
તુલા રાશિ : શુક્ર ભાગ્યસ્થ હોવાના કારણે વિશેષ સંઘર્ષ અને પરિશ્રમ થી આય ના સાધન માં વૃદ્ધી થશે.અટકેલા કાર્યો પાર પડવાના યોગ છે.પ્રતિષ્ઠા માં વૃદ્ધી થશે.માસાંત માં બનતા કાર્યો માં વિઘ્ન અને સ્વાસ્થ્ય નરમ રહે.
ઉપાય : મહા મૃત્યુંજય ના જપ શુભ ફળદાયી રહેશે.

વૃશ્ચિક રાશિ : ભાગીદારી અને વ્યવસાયિક કાર્યો માં ધન ની લેન-દેન વખતે સાવધાની રાખવી.ધનહાની ના યોગ છે.પૈતૃક સંપત્તિ સંબંધી સમસ્યા ઉત્પન્ન થઇ શકે છે.મન વિચલિત અને ક્રોધી રહે.પરિવાર માં મનમુટાવ રહે.ભાઈ-બંધુ ઓથી ટકરાવ ના આસાર છે.શત્રુ ઓ ને કારણે બનતા કાર્યો માં વિઘ્ન આવે.
ઉપાય : શ્રી સૂક્ત ના પાઠ અને હનુમાન ચાલીસા ના પાઠ નિત્ય કરવા.
ધન રાશિ : પારિવારિક સમસ્યા ને કારણે માનસિક તાણ અનુભવાય.અત્યાધિક પરિશ્રમ છતા મનોવાંછિત ફળ મળવામાં વિલંબ થાય .આરામ ઓછો અને વ્યર્થ દોડ-ધામ વધુ રહે.તારીખ-૧૭ થી સ્વાસ્થ્ય સંબંધી તકલીફ,માનસિક તાણ,પારિવારિક કષ્ટ અને ઈજા નો ભય રહે.
ઉપાય : શ્રી મહામૃત્યુંન્જય ના પાઠ અને ગોળ થી રુદ્રાભિષેક લાભ આપશે.
મકર રાશિ : કઠિન અને સંઘર્ષ પૂર્ણ પરિસ્થિતિ છતા નિર્વાહ યોગ્ય આય ના સાધન બની રહે.માન પ્રતિષ્ઠા માં વૃદ્ધી અને ઉચ્ચ પ્રતિષ્ઠિત લોકો સાથે સંબંધ બને.યાત્રા માં ખર્ચ થાય.વ્યર્થ માનસિક તાણ થી સાચવવું.
ઉપાય : હનુમાન ચાલીસા ,અને રામ રક્ષાસ્તોત્ર ના પાઠ કરવા.
કુંભ રાશિ : બનતા કાર્યો માં વિઘ્ન અને ઈજા થી સાચવવું.ભૂમિ સંબંધિત કાર્યો અને પારિવારિક સમસ્યા ટાળવી.તારીખ ૧૭ થી સૂર્ય-મંગળ ની સંયુક્ત શત્રુ દ્રષ્ટિ ને કારણે ગુપ્ત શત્રુ નો ભય રહે.વ્યર્થ ખર્ચ રહે.પરંતુ તારીખ ૧૭ પછી કોઈ અટકેલું કાર્ય પૂર્ણ થવાના યોગ છે.
ઉપાય : શનિ સ્તોત્ર ના પાઠ કરવા.
મીન રાશિ : ગુરુ સપ્તમસ્થ હોવાથી ધાર્મિક અને શુભ કાર્યો માં અધિક ખર્ચ થાય.માસ ના બીજા સપ્તાહ માં નવા શ્રેષ્ઠ લોકો સાથે સંપર્ક વધે.ત્રીજા સપ્તાહ માં અટકેલા કાર્ય પૂર્ણ થાય.ચોથા સપ્તાહ માં સ્વભાવ માં ઉત્સાહ રહે.અને દોડ-ધામ વધે.
ઉપાય : શિવસહસ્ત્ર નામ અને ઇષ્ટ દેવ ની ઉપાસના અધિક ફળદાઈ રહેશે.
રાશિ જ્યોતિષ કાર્યાલય :
કિન્નરી સુશીલકુમાર દુબે(જ્યોતિષ શાસ્ત્રી)
10-A,Geeta Sadan Building,N.S.Road-Dumping Road Corner,Mulund-West.Mumbai-80.

Contact : +91 – 9892384828 / 8879424647

No comments:

Popular Posts

Shop for Rent – Mulund West (Prime Location)

Location Highlights: Road-facing shop in a newly constructed building In a famous society, right next to Apna Bazar & Maharashtra Se...