Sunday, August 25, 2013

વાસુપૂજ્ય દરબારે જામી હતી રંગત-પ્રભુજીની દીક્ષા ને માંણી સદગુરુની સંગત.

શ્રી મુલુંડ અચલ ગચ્છ જૈન  સમાજ
વાસુપૂજ્ય દેરાસર – મુલુંડ વેસ્ટ.
            વાસુપૂજ્ય દરબારે જામી હતી રંગત-પ્રભુજીની દીક્ષા ને માંણી સદગુરુની સંગત.
પ.પુ.સાધ્વી વિપુલગુણા શ્રીજી મ.સા.આદિ ગુરુ ભગવંતો ના સથવારે રવિવાર તા- ૧૮/૮/૧૩ ના મારા પ્રભુજીની દીક્ષા” નો કાર્યક્રમ સુંદર માહોલમાં ભજવાયો .વસુપુજ્ય રાજાનો દરબાર, ઇન્દ્ર મહારાજાનો દેવલોક ,૧૪ સ્વપ્નો ,તેમજ ૫૬ દિક્કકુમારી, પ્રિયવંદા દાસી , કુલ મહતારા અને પ્રભુજીની બહેન વગેરના પાત્રો એ દર્શકો ના મન જીતી લીધા .એક પછી એક પ્રસંગ નો  પારસભાઈ એ સરસ ચિતાર આપ્યો .સંગીતકાર કૃષ્ણકાન્ત સામાણી એ સુરીલા સુર વહાવ્યા .શ્રી સંઘે ઉદારતાથી સાધર્મિક ભક્તિ ની જાહેરાત કરી .આવા યાદગાર પ્રસંગ માં માતા –પિતા બનવાનો લાભ –અલ્કાબેન કમલેશ લાપસિયા ,ઇન્દ્ર ઇન્દ્રાણી –ધનકુમાર ખીમજી દંડ , પ્રભુના બેન –રીનાબેન સંજય છેડા, કુલ મહ્તરા –ભારતીબેન નથુભાઈ લાપસિયા , પ્રિયવંદા દાસી –સાક્ષી હિતેશ નાગડા , પ્રભુ વતી વર્ષીદાન કરનાર –દિશાંત વત્સલ છેડા ,એ લાભ લઇ સુકૃત ના સદભાગી બનેલ .  

Monday, August 12, 2013

વાસુપૂજ્ય દરબારે અવસર આવ્યો અનુપમ મારા પ્રભુજીની દીક્ષા નો પ્રસંગ પરમ

વાસુપૂજ્ય દરબારે અવસર આવ્યો અનુપમ મારા પ્રભુજીની દીક્ષા નો પ્રસંગ પરમ

    સુરીત્રયની  અસીમ કૃપાથી પ.પુ.સા.શ્રી વિપુલગુણા શ્રીજી મ.સા.આદિ ઠાણા ની શુભ નિશ્રામાં શ્રાવણ સુદ -૧૩ રવિવાર તા  ૧૮//૧૩ ના સવારે ૯ ૦૦ કલાકે સંગીતમય સુરાવલી સહ મારા પ્રભુજીની દીક્ષા નો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ છેપ્રભુજીના ચ્યવન કલ્યાણક એટલે માતા ને આવેલ ૧૪ મનોહર સ્વપ્નો ની ઝલક  જન્મ કલ્યાણક ના ૫૬- દિક કુમારી ની રમઝટ , પ્રિયંવદા દાસી ની વધાઈ હશે ઝટપટ ,પ્રભુજી નું થશે રાજતિલક , પ્રભુજી દીક્ષા માટે કરશે વિનંતી વર્શીદાનનો નો વરઘોડો નીકળશે રૂમ ઝૂમ રૂમ ઝૂમ કૂલમહતરા આપશે આરશી વચન , માતા પિતા ના દ્રદય દ્રાવક હશે વચન , પછી પ્રભુજી પ્રવજ્યા પંથે કરશે ગમન ---
·         તો આપણા વહાલા પ્રભુજી ની દીક્ષા જોવા માટે સૌ  કોઈને આમંત્રણ છે ભાવસભર.
·         .મુલુંડ વાસીઓ પધારજો યાદ રાખીને સમયસર
·         આ કાર્યક્રમ ના સૂત્રધાર – પારસ ભાઈ ગોગરી અને સંગીતના સુરો રેલાવશે કૃષ્ણકાન્ત સામાણી એન્ડ પાર્ટી .સમયસર સહુ પધારજો.

·         લી- શ્રી મુલુંડ અચલ ગચ્છ જૈન સમાજ
        વાસુપૂજ્ય દેરાસર ઝવેર રોડ .મુલુંડવેસ્ટ.

Popular Posts