Saturday, August 1, 2026

૬૮ વર્ષીય રમણિક વેલજી દેઢિયા નામક વેપારીએ ૧૪મા માળેથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું (Suicide); મુલુંડની ઘટના અંગે જુઓ સંપૂર્ણ માહિતી




મૂળ ગુજરાતના કચ્છ (મોખા) ગામના વતની હાલ મુલુંડમાં રહેતા અને ડોંબિવલીમાં 'લક્ષ્મી ફરસાણ માર્ટ' અને ‘લક્ષ્મી સ્વીટ્સના માલિક રમણિક વેલજી દેઢિયાએ બીમારીથી કંટાળીને આત્યંતિક પગલું ભર્યાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ; મુલુંડ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ.

 

સ્થળ: મુલુંડ (વેસ્ટ), મુંબઈ : વિશેષ ક્રાઇમ રિપોર્ટર

ઉત્તર પૂર્વ મુંબઈ ઉપનગરના મુલુંડ (વેસ્ટ) સ્થિત ભક્તિ માર્ગ પર આવેલી પોશ હાઇરાઇઝ સોસાયટી 'વિકાસ પેરાડાઇઝ' (B-વિંગ, ટાવર નંબર 3 - ગ્રાઉન્ડ પ્લસ 20 માળના ટાવર) માં ૩૧ જુલાઈ ૨૦૨૬ શુક્રવારે બપોરે ૧૧:૪૫ ના કરૂણ ઘટના થઇ છે. 14મા માળેથી દાદરાની બારીમાંથી ઝંપલાવીને આયુષ્ય દોરી ટૂંકાવનાર 68 વર્ષીય વરિષ્ઠ વેપારી રમણિક વેલજી  દેઢિયા ના કેસમાં મુલુંડ પોલીસને એક સુસાઇડ નોટ મળી છે. સુસાઇડ નોટમાં તેમણે પોતાની લાંબા સમયની શારીરિક બીમારીથી કંટાળીને આત્યંતિક પગલું ભર્યું હોવાનું લખ્યું છે.

 

મૃતક રમણિક વેલજી  દેઢિયા ફ્લેટ નં. 1402 'વિકાસ પેરાડાઇઝ' B-વિંગ, ટાવર નંબર 3 ચૌદમાં મળે પત્ની દીકરો અંદ વહુ સાથે રહેતા હતા જે મૂળ ગુજરાતના કચ્છ (મોખા) ગામના વતની હતા અને ડોંબિવલી (પૂર્વ તથા પશ્ચિમ) માં અત્યંત લોકપ્રિય 'લક્ષ્મી ફરસાણ માર્ટ' અને 'લક્ષ્મી સ્વીટ્સ' ના માલિક હતા.

બનાવની વિગત અને સીસીટીવી તપાસ

શુક્રવારે સવારે 11.૩૦ થી 12 વાગ્યાની વચ્ચે રમણિકભાઈએ પોતાના ઘરમાં પત્ની અને પુત્રવધૂને ઘરની બારે આવેલ કોમન પેસેજમાં ટહેલવા જઈ રહ્યા હોવાનું કહ્યું હતું. ત્યારબાદ તેઓ 14મા અને 13મા માળ વચ્ચે આવેલા દાદરની બારી પાસે ગયા હતા. સોસાયટીના સીસીટીવી (CCTV) ફૂટેજ (સવારે 11:46 વાગ્યે) માં સ્પષ્ટ દેખાય છે કે તેમણે એક કાગળ ઉપર પોતાના ચશ્મા સંભાળીને બારી પાસે મૂક્યા અને નીચે કૂદી પડ્યા.

ધડામ કરતો મોટ્ટો આવાજ ગુંજી ઉઠ્યો, બનાવ બનતાં સોસાયટીના મેનેજર જ્યોતિ ખરાડેએ 100 નંબર પર પોલીસ કંટ્રોલ રૂમને અને રૂબરૂ મુલુંડ પોલીસ સ્ટેશન પહોંચીને જાણ કરી હતી. જેના આધારે મુલુંડ પોલીસ સ્ટેશન પર હાજર પી.આઈ. કાલગાવે અને .પી.આઈ. વિનોદ લભડેની ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી.

સુસાઇડ નોટ અને પોલીસ કાર્યવાહી

મુલુંડ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંતોષ અશોકરાવ ઘાટેકર ના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલી ટીમને તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ મળી આવી છે. જેમાં રમણિકભાઈએ પોતે છેલ્લા કેટલાક સમયથી ગંભીર બીમારીથી પીડાતા હોવાનો અને તેનાથી કંટાળીને પોતાની મરજીથી પગલું ભરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે.

વરિષ્ઠ પોલીસ નિરીક્ષક સંતોષ અશોકરાવ ઘાટેકર જણાવ્યું:

"પ્રાથમિક સીસીટીવી તપાસ અને મળી આવેલી સુસાઇડ નોટ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ બીમારીના કારણે તણાવમાં હતા. પોલીસે હાલ પૂરતો અકસ્માતે મોતના ગુના (ADR) ન. ૧૦૭/૨૦૨૬ બી.એન. એસ. ૧૯૪ કલમ હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે."

અપરાધ પત્રકારત્વનો દ્રષ્ટિકોણ: સુસાઇડ નોટ છતાં તમામ શક્યતાઓ ચકાસાશે

એક અનુભવી ક્રાઇમ જર્નાલિસ્ટ અને પોલીસ તપાસના નિયમો અનુસાર, સુસાઇડ નોટ મળી જવા માત્રથી તપાસ પૂર્ણ થઈ જતી નથી. મુલુંડ પોલીસ નીચેના મહત્વના મુદ્દાઓ પર પણ સમાંતર તપાસ ચલાવી રહી છે:

  • હસ્તલેખન ચકાસણી (Handwriting Verification): મળી આવેલી સુસાઇડ નોટના અક્ષરો ખરેખર રમણિકભાઈના છે કે કેમ, તે માટે ફોરેન્સિક અને પરિવારજનોની મદદથી હેન્ડરાઇટિંગ મેચ કરવામાં આવી રહ્યા છે.
  • મેડિકલ હિસ્ટ્રીની ખરાઈ: તેઓ કઈ બીમારીથી પીડાતા હતા અને તેની સારવાર ક્યાં ચાલતી હતી તે અંગેના ડોક્ટરના રિપોર્ટ્સ ચકાસવામાં આવી રહ્યા છે.
  • આર્થિક તથા કૌટુંબિક પાસું: રમણિકભાઈ ડોંબિવલીના પ્રસ્થાપિત વેપારી હોવાથી, બીમારી સિવાય કોઈ ગુપ્ત આર્થિક દબાણ, વ્યાપારી લેણદેણ કે અન્ય કોઈ વિવાદ તો નહોતો ને, તે પણ તપાસવામાં આવી રહ્યું છે.

હાલમાં પોલીસે મૃતદેહને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ સોપી દેવામાં આવ્યો છે અને પરિવારજનો તેમજ સોસાયટીના રહીશોના અધિકૃત નિવેદન નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. અગ્નિ સંસ્કાર તરતજ સાંજના ૮ થી ૯ વાગ્યા દરમ્યાન થઇ ગયેલ છે.

પત્રકાર નીતિન મણિયાર

Popular Posts

Ganeshotsav 2026: Police Administration Urges Citizens to Celebrate festival with Peace, Order, and Social Responsibility; Coordination Meeting Held in Mulund

  Special Correspondent | Mumbai   Mumbai Police is fully prepared to maintain law and order and ensure a disciplined atmosphere across ...